નવકારની સમજ
બીજો લેખ
શારીરિક, વાચિક અને માનસિક નમસ્કાર
કરતી વખતે સમ્યક્ રીતે સમજવાનું ચાલુ રાખી શકાય છે, કે સમજવાનું ચાલુ રાખ્યા વિના
પણ એ ત્રણેય નમસ્કાર કરી શકાય છે.
નવકારનો જાપ કરનારા ઘણા છે. પરંતુ જપતી
વખતે, ગણતી વખતે, રટતી વખતે સમ્યક્ રીતે નવકારને સમજવાનું ચાલુ રાખી શકનારા બહુ
ઓછા છે.
નવકારની
સમ્યક્
સમજને સમ્યક્ (યથાર્થ) રીતે સમજતા રહેવાય ત્યારે સમ્યક્ જ્ઞાનક્રિયા થાય છે, કલ્યાણ
કરનારી, હિત કરનારી શુભ ક્રિયા થાય છે.
નવકારના અક્ષરો જપતી વખતે, ગણતી વખતે,
રટતી વખતે સાથે નવકારની સમ્યક્ સમજને સમ્યક્ રીતે સમજવાનું ચાલુ રાખી ન શકાય
ત્યારે બાલક્રિયા થાય છે. ત્યારે જો જ્ઞાનેન્દ્રિઓના અડકવા, ચાખવા, સૂંઘવા, જોવા
અને સાંભળવાના વિષયભોગો તરફ આસક્તિ થાય એવા વિચારો આવતા હોય; સત્તા, કીર્તિ, પદવી,
સંપતિ, રમવામાં થતી જીત, સફળતા વગેરે માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગો તરફ
આસક્તિ થાય એવા વિચારો આવતા હોય; ક્રોધ, માન (મદ અને અભિમાન), માયા (કપટ, ઠગવું)
અને લોભ કરવાના ભાવ જાગે એવા વિચારો આવતા હોય, રાજ્યનું સંચાલન કરનારાઓ, દેશ,
ખાનપાન અને સ્ત્રી અથવા પુરુષ વિષેના વગેરે અહિતકારી વિચારો થતા હોય તો અહિત
કરનારી અશુભ બાલક્રિયા થાય છે.
પરંતુ જો અહિતકારી વિચારો થતા ન હોય
અને નવકારના અક્ષરોમાં ધ્યાન અપાતું હોય તો હિતકારી એવું બધું નજીક આવવા લાગે છે
અને અહિતકારી એવું બધું દૂર થવા લાગે છે. એટલે કે એ શુભ ફળ આપનાર શુભ બાલક્રિયાથી
થતો શુભ જાપ હોય છે, શુભ રટણ હોય છે.
છતાં પણ જ્ઞાનક્રિયાથી નવકારની સમ્યક્
સમજને સમ્યક્ રીતે સમજતા રહેવાથી થતા શુભ ફળ અને અહિત કરનાર વિચારો
કર્યા વિના થતી નવકારના જાપની શુભ બાલક્રિયાથી થતા શુભ ફળ વચ્ચે આકાશ અને પાતાળ
જેટલો તફાવત (ફરક) છે.
જેમકે ૧ ઉપવાસ કરવાથી જેટલું શુભ ફળ
મળે એટલું શુભ ફળ, શુભ બાલક્રિયાથી થતા ૨૦૦૦ નવકારના જાપથી મળે છે.
૨ ઉપવાસ ૨ દિવસ કરવાથી બીજા ઉપવાસનું
ફળ પહેલા ઉપવાસના ફળ કરતાં દશગણું મળે છે, એટલે છુટ્ટા દશ ઉપવાસ જેટલું મળે છે.
પહેલા અને બીજા ઉપવાસના મળીને છુટ્ટા ૧ + ૧૦ = ૧૧ ઉપવાસના ફળ જેટલું મળે છે.
૩ ઉપવાસ ૩ દિવસમાં કરવાથી ત્રીજા
ઉપવાસનું ફળ બીજા દિવસના ઉપવાસના ફળ કરતાં દશગણું મળે છે એટલે ૧૦ x ૧૦ =
૧૦૦ છુટ્ટા ઉપવાસ જેટલું મળે છે. પહેલા, બીજા અને ત્રીજા દિવસના મળીને
૧+૧૦+૧૦૦=૧૧૧ છુટ્ટા ઉપવાસના ફળ જેટલું મળે છે.
એના પરથી જોઈ શકાય છે કે એક સાથે
૧ ઉપવાસનું ફળ = ૧ છુટ્ટા ઉપવાસ જેટલું
થાય છે.
૨ ઉપવાસનું ફળ = ૧૧ છુટ્ટા ઉપવાસ
જેટલું થાય છે.
૩ ઉપવાસનું ફળ = ૧૧૧ છુટ્ટા ઉપવાસ
જેટલું થાય છે.
૪ ઉપવાસનું ફળ = ૧૧૧૧ છુટ્ટા ઉપવાસ
જેટલું થાય
૫ ઉપવાસનું ફળ = ૧૧૧૧૧ છુટ્ટા ઉપવાસ
જેટલું થાય
૩૦ ઉપવાસનું ફળ =
૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ (૩૦ એકડા) છુટ્ટા ઉપવાસ જેટલું થાય
ત્રિશ
દિવસ ઉપવાસને માસખમણ કર્યું કહે છે.
૧૦૦૦ વર્ષ = ૧૨૦૦૦ માસમાં ૧૧૬૭૨ માસખમણ
થાય છે.
૧૧૬૭૨ x ૩૦
એકડા = ૩૫૦૧૬૦ એકડા એટલા ઉપવાસ છુટ્ટા
૩૫૦૧૬૦ એકડા એટલા છુટ્ટા ઉપવાસ x (૧
ઉપવાસના) ૨૦૦૦ (નવકાર) = ૭૦૦૩૨૦૦૦૦ એકડા એટલા નવકાર બાલક્રિયાથી જપવાથી જેટલું ફળ
મળે, એટલું ફળ ૧ શ્વાસ લઈને છોડીએ એટલી વારમાં નવકારની સમ્યક્ સમજને સમ્યક્ રીતે
સમજતા રહેવાય એ જ્ઞાનક્રિયાથી મળે છે.